પહેલા પ્રેમની પહેલી મુલાકાત -નિશિત જોશી

એ સાંજ તો સમય હતો. હ્જી હમણા જ તો સૂર્યાસ્ત થયો અને ઓફીસથી જરા કામ ન હતુ તો લટાર મારાવા નીકળ્યો.હજુ થોડુ જ ગયો હતો અને સામેથી એક જાણીતો ચહેરો સામે આવતો દેખાયો. એ ચહેરો જેમ જેમ નજીક આવતો ગયો,મનની ઉર્મીઓ હીંડોળે ચડવા લાગી, હ્રદય જોરથી ધબકતુ થયુ, સ્વાસો સ્વાસ વધી ગયા… એ બીજુ કોઇ નહી પણ વર્ષો પહેલાનો પહેલો પ્રેમ…

‘એ‘. જુના દિવસો તરત જ ફિલ્મોની જેમ સામે પસાર થવા લાગ્યા….

એની સાથેની પહેલી મુલાકાત …. વરસાદ નુ આગમન થાય તેવા એંધાણ હતા ,લોકો ભાગભાગ મંજીલે પહોચવાની ઉતાવળમા દોડી રહ્યા હતા.હુ પણ લોકોની જેમ જલ્દી ઘરે પહોચવા માટે ઉતાવળે ચાલતો હતો અને સામે ઉતાવળે ચાલતી તે મને ભટકાઇ. હાથ રહેલ ચોપડીઓ પડી [જેમ ચલચીત્રમા પડે છે]બસ બીજુ શું મે તરત ચોપડીઓ ઉપડવાનુ શરુ કર્યુ અને સાથે સાથે મારી ભુલ ન હોવા છતા માફી માગવા લાગ્યો. ત્યાં સુધી મારી નજર નીચે જ હતી હવે આંખોમા આંખો પોરવી અને જવાબની રાહ જોતો રહ્યો પણ ત્યારે જવાબ ન મળ્યો. પણ કોણ જાણે કેમ તેનો ચહેરો મનમા વસી ગયો કેમેય એ ચહેરો આંખો સામેથી ન હટ્યો. તે તો વગર કહ્યે પોતાના રસ્તે નીકળી પડી.

ઘરે પહોચ્યો પણ હજી મનમા તો તે જ રમતી હતી.ફરી ક્યારે મળશે,ક્યાં મળશે,કેવી રીતે મળશે, કોન હશે? આવા ઘણા પ્રશ્નો મનમા ઉદભવતા રહ્યા. આખી રાત તેના જ વીચારે બરોબર ઊંઘ પણ ન આવી .સવારના બધુ પરવારી કોલેજ જવા નીકળ્યો. રસ્તામા પાછૉ તેનો વીચાર આવ્યો અને કોલેજને પડતી મુકી નીકળી પડ્યૉ સ્કુલના રસ્તે. હજી રસ્તામા જ હતો ને ધ્યાનમા આવ્યુ સ્કુલ તો દિવસની છે સાડાદસ વાગ્યા પહેલા તો કોઇ દેખાવાનુ જ નહી હવે??? કઈ નહી બે કલાક જ પસાર કરવાના ને? ચલો જઈએ તો ખરા…સ્કુલમા કેન્ટીનમા બધા ઓળખીતા જ છે ત્યાં ટાઇમપાસ કરીશુ અને હુ સ્કુલ પહોચ્યો , મારા નસીબ આડે પાંદડુ આવ્યુ અને કેન્ટીન જ બંધ મળી. બહાર નીકળ્યો એક ચા ની દુકાને જ ચડી બેઠો. તમો માનસો નહી પણ એ બે કલાકમા નહી નહી કરતા મેં વીસ કપ ચા પી નાખી. સમય થવા આવ્યો એક પછી એક છોકરીઓ નીકળવા લાગી… આ નહી…આ નહી…કરતા અડધો કલાક થયો હજી તેને જોઈ નહી. શુ આ સ્કુલમા નહી તો ક્યા ભણતી હશે ? સ્કુલ ચાલુ થવાને બસ હવે દસ જ મીનીટ રહી ત્યાં જ પાછળથી એ જાણીતો ચહેરો જે એક જ દિવસમા મારો મે કરી નાખેલો નીકળી ગયો. હુ બસ જોતો જ રહ્યો અને અફસોસ કરવા લાગ્યો ત્યાં જ [ભગવાનને મારા પર દયા આવી હોય તેમ] તેણે પાછુ ફરી ને મારા સામે જોયુ જાણે હુ ધન્ય થયો હોવ તેવો ભાસ થયો, જાણે આ જગનુ સર્વશ્વ મળી ગયુ.ચલો તેણે જોયુ તો ખરૂ કદાચ જલ્દીમા હશે એટલે ઉભી ન રહી , સાંજે વાત એમ વીચારી ઘર ભેગો થયો

પણ ભાઇને ઘર હવે થોડુ ગમે?જેમ તેમ જમ્યો અને સાંજના સપના જોવા લાગ્યો. સમયની ઘડિયાળ જાણે બંધ થઈ ગયેલી હોય તેમ સમય જ નહતો જતો અને સાંજ જ નહતી પડતી, માંડ માંડ સાંજ પડી પાંચ વાગે રજા પડે તે જાણતો હતો અને તે પહેલા નીકળી ન જાય માટે ચાર વાગ્યાથી જ સ્કુલના નજીક જઈ ઉભો રહી ગયો. સ્કુલનો બેલ પડ્યો અને સૌનુ નીકળવાનુ ચાલુ થયુ, બધાના એક જ યુનીફોર્મમા હોવાથી બહુ જ ધ્યાનથી જોવુ પડતુ હતુ છેવટે ઇંન્તજારની ઘડીઓ પુરી થઈ હોય તેમ તેને બહાર નીકળતા જોઇ, મેં ચહેરો જરા રૂમાલથી સાફ કર્યો માથાના વાળ સરખા કર્યા સામે જવાની કોશીશ કરી અને જોયુ તો સાથે બીજી ત્રણ સહેલીઓ પણ સાથે હતી. ડર કે સંકોચ થયો, ચલો આગળ ક્યાંક તો એકલી પડશે વિચારી પાછળ ચાલવાનુ ચાલુ રાખ્યુ.છેક તેના ઘર સુધી પહોચી ગયો તે મકાનના દરવાજાની અંદર જતી રહી અને અચાનક મે જોયુ દરવાજાની બહાર આવી તેણે પાછળ ડોકીયુ કરી મારા પર નજર નાખી લીધી.બસ મારો ધક્કો સફળ!!

હવે તો આજ મારો રોજીંદો ક્રમ બની ગયો, અને આ ક્રમ ઘણા દિવસો સુધી ચાલ્યો પણ વાત ન થયી.

અચાનક એક દિવસ હુ કોલેજથી આવતો હતો, એક જણને કોઇ ગાડીએ ધક્કો માર્યો હશે અને તે રસ્તામાં જ પડેલો કોઇ તેને ઉપાડનાર ન હતુ. બહુ તો નહતુ વાગેલુ પણ હાથ પગમાથી લોહી નીકળ્યે જ જતુ હતુ.પોલીસ વગેરેની ચીન્તા કર્યા વગર જરા હિમ્મત કરીતેને એક ટેક્સીમા નાખી નર્સીંગહોમ લઈ ગયો, પોલીસ કેસ હોવાથી એક વખત માટે તો તેઓએ એડમીશનની ના પાડી પણ ત્યાં એક ડોક્ટર અમારા ઓળખીતા નીકળ્યા તેને ભલામણ કર્યા બાદ પેલાની સારવાર શરૂ થઇ. ભાઈની સારવાર કરાવ્યા બાદ તેનુ સરનામુ લઈ તેની સાથે તેને ઘરે મુકાવા સાથે થયો.પેલા ભાઇ વારંવાર ધન્યવાદ આપતા હતા. ટેક્સીમા તેને ઘર પહોચ્યા , મને અચંબાનો પાર ન રહ્યો એ જ મકાન જ્યાં હુ રોજ પેલીને મુકવા આવુ છુ!!!! ઘરમા મુકી હુ નીકળતો હતો ત્યાં તેના મમ્મી ચા લઈને આવ્યા કહ્યુ એમ ચા પીધા વગર ન જવાય જરા બેસ તો ખરો દોડાદોડી કરી થાકી ગયો હોઈશ.મને પણ ચા પીવાની તલપ લાગેલી જ …. ભાવતુ હતુ ને વૈદે કીધુ…. તરત બેસી ચા નો કપ હાથમા લઈ લીધો. સ્કુલનો સમય થઈ ચુકેલો ચા પીતાપીતા વીચાર્યુ આજ તેને નહી જોવાય…. ખેર !!! કોઇ એક નુ ભલુ તો કર્યુ. ભગવાનની મહેરબાની તો જુઓ …. ચા પી લીધા બાદ જવા નીકળ્યો ત્યા પેલા ભાઈએ રોક્યો ને બેસાડી પાછો ધન્યવાદનુ ચાલુ કર્યુ .થોડીવારમા તેના ઘરની બેલ વાગી …પેલાના મમ્મીએ દરવાજો ખોલ્યો અને આજ નો મારા માટેનો બીજો અચંબો…. જેને જોવી હતી તે જ દરવાજાથી અંદર આવી ને ભાઇ સામે જોયુ અને પુછવા લાગી આ શુ? કેમ કરી ને થયુ? કેટલીવાર કહ્યુ છે કે ઉતાવળા ન ચાલો પણ માને તો ને!!! પેલા ભાઇએ તરત મારી સામે જોયુ અને મારી ઓળખાણ કરાવી કહ્યુ આ ભાઈ ન હોત તો મને લાગે છે હુ હજી રસ્તામા જ પડ્યો હોત…ભલુ થાય આમનુ…પેલીએ મારૂ સામે જોયુ અને તેનો ચહેરો શરમથી ગુલાબી થઈ ગયો.”આપનો આભાર,આપે મારા ભાઈની સારવાર કરાવી” અવાજ જાણે મારા કાનમા પાયલની ઝંકારની જેમ ગુંજવા લાગ્યો આજ પહેલી વાર તેનો અવાજ સાંભળવા મળ્યો.મે પણ વેહવારીકતા વાપરી જવાબ આપ્યો અરે! ના આ તો મારી ફરજ કહેવાય!!! [મનમા કહ્યુ અરે, આને લઈને આવ્યો તો જ તો તારી સાથે વાતનો પહેલો મોકો મળ્યો]અને અમારી વાતોની શરુઆત થઈ.

આગળપરની મુલાકાતો , મિત્રતાથી આગળ વધી થયેલા પ્રણય પ્રસંગો, રોજબરોજના પ્રેમ આલાપો, બધુ ધીમે ધીમે યાદ આવતુ હતુ ત્યાંજ અવાજ આવ્યો “કેમ છો? કેમ ચાલે છે જીંદગી?” સામે તે ઉભી રહી હસતી પુછી રહી હતી. મે કહ્યુ , “આહ, આહ, તુ….અહી? ક્યારે આવી? આપણે તો જેમ ઉપરવાળો રાખે તેમ રહીએ છીએ. તુ બોલ,આજે પણ જેવી હતી તેવી જ લાગે છે, હા હા હા” બોલી થોડુ હસી લીધુ. “ચલને હવે બહુ મસ્કા મારતો થયો છે ને કંઇ?મારે તો કોફી પીવી હતી થયુ તુ તો ઓફીસમાં જ હશે ચલ તને મળી પણ લેવાશે અને કૉફી પણ પીવાશે ! પીવડાવીશ ને?” “તુ હજી એમને એમ જ છે જરાપણ નથી બદલાયી, વાહ” કહી તેને રસ્તાની સામે બાજુની હોટલ દેખાડી ચાલવા કહ્યુ.

અને અમે બન્ને હોટલમા ઘુસ્યા………

આ વાત યાદ આવતા આજે એક કવિ હ્રદય બોલી ઉઠે છે……..

પહેલી નજરથી થયેલા પ્રેમનો એ એહસાસ હતો,

મારા પ્રેમપથ પરનો પહેલો એ પ્રયાસ હતો,

નજરો મેળવી ચાર, એકટસે જોતા હતા,

મારો હ્રદયમા ઉતરી જવાનો એ પ્રયાસ હતો,

ઘાયલ કરેલો જે નજરોથી આપે મુજને,

કરેલા કામણને રૂપ આપવાનો એ પ્રયાસ હતો.

Leave a comment